કટોકટીની શક્યતાને નકારી ન શકાય, લોકતંત્ર વિરોધી તાકતો મજબૂત છે - અડવાણી

ગુરુવાર, 18 જૂન 2015 (11:09 IST)
બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનુ માનવુ છે કે ભારતની રાજનીતિક વ્યવસ્થામાં આજે પણ કટોકટીની આશંકા છે. એક અંગ્રેજી છાપાને આપેલ ઈંટરવ્યુમાં તેમણે આ વાત કરી. 
 
તેમણે કહ્યુ કે ભવિષ્યમાં નાગરિક સ્વતંત્રતાના નિલંબનની શક્યતાથી ઈનકાર નથી કરી શકાતો. તેમણે કહ્યુ, 'વર્તમાન સમયમાં લોકતંત્રને કચડવાની તાકતો મજબૂત છે' 
 
અડવાણીએ કહ્યુ કે આ સહેલાઈથી નથી થઈ શકતુ. પણ આ નહી થાય, હુ આ નહી કહી શકુ. આવુ ફરીથી થઈ શકે છે કે મૌલિક આઝાદીમાં કપાત કરી દેવામાં આવે. 
 
તેમણે જર્મનીનુ ઉદાહરણ આપતા કહ્યુ કે જર્મનીમાં આપતકાલ પછી જ્યારે ચૂંટણી થઈ હતી તો તેને ચાલુ કરનારી પાર્ટી ઉંઘા મોઢે પડી અને આ વાતને ભવિષ્યના શાસકોને ડરાવ્યા કે જો આવુ ફરી કર્યુ તો આપણી સાથે પણ આવુ થશે. 

વેબદુનિયા પર વાંચો