રાહુલમાં મોદી જેવા ગુણ નથી - બાબા રામદેવ

મંગળવાર, 17 સપ્ટેમ્બર 2013 (11:06 IST)
P.R
યોગ ગુરૂ બાબા રામદેવે એકવાર ફરી કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો અને મોદીના ગુણગાન કર્યા છે. રામદેવે કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તુલનામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કશુ જ નથી.

બાબા રામદેવે પોતાની યોગ શિવિર પછી સંવાદદાતાઓ સાથે ચર્ચા કરતા કહ્યુ કે મોદીએ ગુજરાતમાં પોતાની નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપ્યો છે. તેમણે કહ્યુ કે નેતૃત્વ ક્ષમતા તત્વ જ્ઞાન અને અનુભવથી પ્રાત્પ થાય છે અને એ માટે યોગ્યતા હોવી જરૂરી છે. જ્યારે કે રાહુલ ગાંધીમા આ ગુણોનો અભાવ છે.

તેમણે રાહુલ ગાંધીને અનુભવહીન બતાવતા કહ્યુ કે તેમા ભારતના 125 કરોડ દેશવાસીઓનુ નેતૃત્વ કરવાની ક્ષમતા નથી.

તેમણે કહ્યુ કે આજે દેશમાં ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચાર સાથે જ બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કે કેન્દ્ર સરકાર હાથ પર હાથ મુકીને બેસી છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના વખાન કરતા રામદેવે કહ્યુ કે તેઓ એક ખેડૂત પરિવારમાં જન્મ્યા છે અને તેમને રાજનીતિ વિરાસતમાં નથી મળી, તેમણે કહ્યુ કે ચૌહાણ પ્રદેશની જનતાની સેવા કરી સારુ કામ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો