રાજકોટમાં સીટી બસના ભાડામાં 35 ટકાનો ઘટાડો

મંગળવાર, 20 મે 2014 (12:43 IST)
સામાન્ય રીતે ગુજરાતના શહેરોમાં સીટી બસોમાં વધેલા ભાડાથી જનતા પરેશાન હોય  છે. પરંતુ રાજકોટ રાજકોટમાં સીટી બસના ભાડામાં 35 ટકાનો ઘટાડો થશે એવા સમાચાર વહેતા થતાં જ જનતાએ હાશકારો અનુભ્વ્યો છે. જોકે આ ભાવ ઘટાડો હજૂ લાગૂ થયો નથી પરંતુ ટૂંક સમયમાં આ ભાવ ઘટાડો લાગૂ થશે તેમ જનતાને લાગી રહ્યું છે. જોકે મહાપાલિકાઇ આ દરખાસ્ત સ્ટેંડીંગ કમેટીમાં કરી છે અને પસાર થાય તેની  રાહ જોવાઈ રહી છે.

રાજકોટ મહાપાલિકા સંચાલિત સીટી બસ સેવા અંતર્ગત શહેરમાં 30 રૂટ પર 60 બસ દોડી રહી છે.. આ ઉપરાંત ગોંડલ ચોકડીથી જામનગર ચોકડી સુધી બી.આર.ટી.એસ બસ દોડી રહીએ છે. રાજકોટમાં મહાપાલિકા દ્વ્રારા સીટી બસનું સંચાલન કરી રહી છે. લોકો સીટી બસોના લાભ લે તે માટે 35 ટકા ભાડા   ઘટાડા માટે  સ્ટેંડીંગ કમેટીને દરખાસ્ત કરી છે.

મહાપાલિકાએ ભાડા ઘટાડવા માટે કરેલી દરખાસ્ત શુક્ર્વારે સ્ટેંડિંગમાં પસાર થઈ જશે પછી ભાડા ઘટાડો લાગૂ પડશે. 

વેબદુનિયા પર વાંચો