મોદી માટે તૈયાર છે લાલ કિલ્લો, હાઈટેક સુરક્ષા વચ્ચે થશે પ્રથમ ભાષણ

ગુરુવાર, 14 ઑગસ્ટ 2014 (11:56 IST)
મોદી માટે પહેલીવાર લાલ કિલ્લો તૈયાર છે. 68માં સ્વતંત્રતા દિવસના અવસરને ખાસ બનાવવા માટે જેટલી તૈયારી મોદીએ કરી હશે. તેનાથી વધુ તૈયારી લાલ કિલ્લાને પણ વિશેષ બનાવવા માટે કરવામાં આવી છે. મોદી પહેલીવાર પ્રધાનમંત્રીના રૂપમાં પોતાનુ ભાષણ આપશે. તેમની સુરક્ષા માટે હાઈટેક વ્યવસ્થા કરવામાં આવી છે.  ગુપ્ત એજંસીઓએ સ્વતંત્રતા દિવસ પર પહેલાથી જ હાઈએલર્ટ રજુ કરી રાખ્યુ છે. આવામાં સુરક્ષા વ્યવસ્થા પર ખુદ પીએમઓ નજર રાખી રહ્યા છે. બુધવારે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવી. હાઈટેક સુરક્ષાની તપાસ પણ કરવામાં આવી. રિહર્સલ દરમિયાન સ્ટુડેંટ્સે ત્રિરંગાના ત્રણે રંગોમાં 68 બનાવ્યા. 
 
લાલ કિલ્લા પર ભીડ એકત્ર કરવા માટે યુદ્ધ સ્તર પર પ્રયાસ 
 
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લામાં થનારા કાર્યક્રમોને લઈને પહેલીવાર દરેક દિલ્હીવાસીને અહી પહોંચવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. બસ અને મેટ્રોમાં ફ્રી સવારીની સાથે રિફ્રેશમેંટ પણ લોકોને આપવામાં આવશે. આવુ આમંત્રણ કોલોનિયોની આરડબલ્યુની સાથે સાથે પાર્કોમાં લાગનારા જનસંઘની શાખાઓ ઉપરાંત ભાજપા જનપ્રતિનિધિઓ તરફથી આપવામં આવી રહ્યુ છે. લોકો પણ મોટી સંખ્યામાં લાલ કિલ્લા પર પહોંચવા માટે ઉતાવળા છે.  
 
બુધવારે સવારે દિલ્હીના પાર્કોમાં લાગનારી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની શાખાઓમાં રેજીડેંટ વેલફેયર એસોસિએશન અને પાર્કોમાં ફરનારા લોકોને આ સંદેશ આપવામાં આય્વો કે સવારે અહી એકત્રિત થઈ જજો. ડીટીસીની સવારે 6 વાગ્યેથી બસો ચાલશે અને તમને પણ ફ્રીમાં લાલકિલા પહોંચાડશે.  બીજી બાજુ આયોજીત થનારાવાલા સ્વતંત્રતા દિવસ સમારંભમાં તમે ટિકિટ વગર બેસી શકશો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણને સાંભળવાની સાથે જ શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત કરનારા રંગારંગ કાર્યક્રમોને જોઈ શકશે.  
 
સ્વતંત્રતા દિવસ પર પહેલીવાર રાજધાનીમાં જશ્ન-એ-આઝાદી કાર્યક્રમોનુ અઠવાડિયા સુધી આયોજન અને લાલકિલ્લા પર ભીડ એકત્ર કરવા માટે થઈ રહેલ વ્યવસ્થા અભૂતપૂર્વ છે. તેની પાછળનો હેતુ એ છે કે આના દ્વારા લોકોમાં દેશભક્તિની ભાવના જાગશે અને તેઓ આઝાદીના રાષ્ટ્રીય પર્વ દ્વારા ખુદને અલગ નહી સમજે. કારણ કે અત્યાર સુધી લાલકિલ્લાના કાર્યક્રમ વીઆઈઈ કતાર માટે જ રહેતા હતા. પહેલીવાર 10 હજાર લોકો માટે અહી સીટો લગાવાઈ છે. 
 
રિહર્સલ પરેડથી થયો ટ્રેફિક જામ 
 
સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં બુધવારે સવારે થયેલ રિહર્સલ પરેડથી રાજધાની વાસિઓને ટ્રેફિક જામનો સામનો કરવો પડ્યો.  જો કે વાહનવ્યવ્હાર પોલીસની તરફથી ટ્રેફિક એડવાઈઝરી રજુ કરવામાં આવી હતી. પણ સવારે ઘરેથી ઓફિસ માટે નીકળતા લોકોને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો.  જામ રિગ રોડ, વિકાસ માર્ગ, રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 24, બહાદુર શાહ જફર માર્ગ, દરિયાગંજ, દીન દયાળ ઉપાધ્યાય માર્ગ ભૈરો માર્ગ, જવાહરલાલ નેહરુ માર્ગ રંજીત સિંહ ફ્લાય ઓવર વગેરે માર્ગો પર વાહનવ્યવ્હારની ગતિ સવારે સાઢા નવ વાગ્યા સુધી થમી હતી.  
 
સ્વતંત્રતા દિવસ પર બસોમાં વાગશે દેશભક્તિ સંગીત 
 
દિલ્હી પરિવહન નિગમ પહેલીવાર આ સ્વતંત્રતા દિવસ પર પોતાના 3800 એરકંડીશનિંગ અને બિન વાતાનુકુલિત લો ફ્લોર બસોમાં દેશભક્તિ સંગીત વગાડશે. ડીટીસીના વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, 'સ્વતંત્રતા દિવસ મનાવવા માટે અમે 3800 લાલ અને લીલી બસોમાં પહેલાથે એજ લાગેલ પેસેંજર એડ્રેસ પ્રણાલી દ્વારા 15 ઓગસ્ટના રોજ દેશભક્તિ ગીત વગાડવાનો નિર્ણય કર્યો છે.  
 

વેબદુનિયા પર વાંચો