મોદી પહોંચ્યા દિલ્હી, જોરદાર સ્વાગતની તૈયારીઓ..

શનિવાર, 17 મે 2014 (11:30 IST)
. લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક જીત મેળવી છે અને પોતાના દમ પર લોકસભામાં બહુમત મેળવ્યો છે. એનડીએને શાનદાર જીત અપાવ્યા પછી આજે નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી બીજેપીએ તેમના જોરદાર સ્વાગતની તૈયારી કરી છે. નક્કી કાર્યક્રમ મુજબ મોદી જ્યારે એયરપોર્ટ પહોંચશે તો પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં સમર્થક તેમનુ સ્વાગત કરશે. 
 
ત્યારબાદ મોદી પોતાના કાફલા સાથે રોડ શો કરતા અશોકા રોડ સ્થિતિ બીજેપી મુખ્યાલય જશે. જ્યા તેમનુ સ્વાગત કરવામાં આવશે. બપોર પછી નરેન્દ્ર મોદી મીડિયાને સંબોધિત કરશે. 
 
દિલ્હી પછી મોદી આજે સાંજે વારાણસી જશે. અહી સૌ પહેલા તેઓ કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાનના દર્શન કરશે અને પછી ગંગા આરતી અને પૂજનમાં ભાગ લેશે. 
 
દેશના ભાવિ પ્રધાનમંત્રીના આગમનને લઈને આખા શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિર અને દશાશ્વમેઘ ઘાટ પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.  રાજ્ય પોલીસની સાથે સાથે લોકલ અને ઈંટેલિજેંસ અને ગુજરાત પોલીસના અધિકારી સતત આ સ્થાનો પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે.  
 
મોદીના વારાણસી આગમનને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે. લોકોએ ખાસ પ્રકારની કેટલીક હોડીઓ તૈયાર કરી છે. જેના પર 51 પંડિત મોદી માટે પૂજન કરશે અને મોદી આ હોડીમાંથી કોઈ એક હોડીમાં બેસશે.  
 

વેબદુનિયા પર વાંચો