પોલીસ દમનની ન્યાયિક તપાસ

વેબ દુનિયા

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (10:49 IST)
મદ્રાસ હાઈકોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી અથડામણને ગંભીર અને દુઃખદાયી ગણાવતા સુપ્રિમકોર્ટે તામિલનાડુ સરકારને હુકમ કર્યો હતો કે આ બનાવ માટે જવાબદાર ટોચના ચાર પોલીસ અધિકારીઓને બદલી નાખે અને આખા બનાવની કાનૂની તપાસ કરવામાં આવે.

મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીકે.જી. બાલાક્રિષ્ણનની બનેલી ખંડપીઠે વકીલો અને પોલીસ વચ્ચેના ઘર્ષણની તપાસ કરવા માટે સુપ્રિમના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બી. કૃષ્ણાના વડપણ હેઠળ એક કમિટીની રચના કરી હતી.

આ કમિટી બે સપ્તાહમાં તેમનો અહેવાલ સુપ્રિમકોર્ટને સુપ્રત કરશે. સુપ્રિમકોર્ટે વિરોધ વ્યકત કરી રહેલા વકીલોને રોષ શાંત કરવા જણાવ્યું હતું. સાથોસાથ ચેન્નાઈના જોઈન્ટ કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરને તેમનો આ કલહમાં ભાગ જોતા બદલી કરી નાંખવા હુકમ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો