પાંચ રાજ્યોમાં વિધાનસભા ચુંટણીની જાહેરાત, પહેલીવાર રાઈટ ટુ રિજેક્ટ ઓપ્શન

શુક્રવાર, 4 ઑક્ટોબર 2013 (17:33 IST)
P.R
ચુંટણી પંચે શુક્રવારે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચુંટણીનું એલાન કરે દીધુ. જે પાંચ રાજ્યોમાં ચુંટણી થવાની છે તે છે - રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ.

મધ્યપ્રદેશમાં એક ચરણમાં ચુંટણી થશે જ્યારે કે છત્તીસગઢમાં 11 અને 19 નવેમ્બરના રોજ બે ચરણમાં ચુંટણી થશે. મધ્યપ્રદેશમાં 25 નવેમ્બરના રોજ વોટિંગ થશે. રાજસ્થાનમાં એક જ ચરણમાં ડિસેમ્બરમાં ચુંટણી થશે. દિલ્હી અને મિઝોરમમાં ચાર ડિસેમ્બરના રોજ ચુંટણી થશે.

આઠ ડિસેમ્બરના રોજ બધા રાજ્યોમાં ચુંટણી મતગણના થશે.

મુખ્ય ચુંટણી પ્રમુખે બીએસ. સંપતે ચુંટણીની જાહેરાત કરતા કહ્યુ કે બધા વિધાનસભા ચુંટણીનો કાર્યકાળ લગભગ એક સાથે સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેથી બધા રાજ્યોમાં એક સાથે ચુંટણીનું એલાન કરવામાં આવી રહ્યુ છે. બધા રાજ્યોના મળીને લગભગ 11 કરોડ મતદાતા પોતાના મતાધિકારોનો પ્રયોગ કરશે.

બધા રાજ્યોમાં 630 વિધાનસભા સીટો માટે એક લાખ ત્રીસ હજાર પોલિંગ બૂથ બનાવાયા છે. પહેલીવાર ચુટણી દરમિયાન જાગૃતતા ઓબ્જર્બર ગોઠવાશે.

ચુંટણી આયોગ મુજબ આ ચુંટણીથી રાઈટ ટૂ રિજેક્ટ લાગૂ થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આ સંબંધમાં એક આદેશ આપતા તેને લાગૂ કરવાનો ચુંટણી પંચે આદેશ આપ્યો હતો.

વેબદુનિયા પર વાંચો