દિલ્હી ગેંગરેપ : એક વર્ષ વીતી ગયુ.. શુ દેશમાં કોઈ ફરક પડ્યો ખરો ?

સોમવાર, 16 ડિસેમ્બર 2013 (14:28 IST)
P.R
દેશની રાજધાની દિલ્હી ખાતે વર્ષ 2012માં 16મી ડિસેમ્બરની રાતે 23 વર્ષની નિર્ભયા નામની યુવતી સાથે ગેંગ રેપ કરનારા 6 યુવકોએ સામૂહિક બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ થતાં જ દેશભરમાં નિર્ભયાની મદદ અવાજ ઉઠ્યો હતો. આ ઘટના બાદ દેશની ચારે બાજુ વ્યાપક ટિકા થઈ હતી. જેના પગલે પોલીસે મહિલાઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે હેલ્પલાઈન નંબર તેમજ સરકાર દ્રારા કાયદામાં સુધારા કરીને નવી આક્રમક નિતી અપવાની હતી. પરંતુ તેમ છતાં આંકડાઓ કહી રહ્યાં છેકે દિલ્હીમાં રેપ સહિત અપરાધો ઘટવાના બદલે વધી રહ્યાં છે.આજે 16મી ડિસેમ્બર 2013ના રોજ દિલ્હી ગેંગ રેપની પ્રથમ વરસી છે.

દેશભરને જાગૃત કરી દેનારી આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ દિલ્હીમાં જાણે કોઈ ફેર પડ્યો નથી. આકંડાઓ પર નજર નજર કરીએ તો નવેમ્બર 2013 સુધી ગયા વર્ષના 625 કેસની સરખામણીમાં 3237 કેસ નોંધાયા છે. દિલ્હી પોલીસના આંકડા મુજબ દેસની રાજધાની દિલ્હીમાં 30મી નવેમ્બર સુધી રેપના કુલ 1493 કેસ નોંધવામાં આવ્યાં હતાં. જે ગત વર્ષની સરખામણીએ બે ગણા છે. આ સાથે સૌથી વધારે ચિંતાજનક બાબત એ છેકે મહિલાઓની સામે જાતિય સતામણીના કેસોમાં પાંચ ગણો વધારો થયો છે.

વેબદુનિયા પર વાંચો