ગોવામાં તરુણ તેજપાલની સેલમાંથી મળ્યો મોબાઈલ

સોમવાર, 24 ફેબ્રુઆરી 2014 (11:42 IST)
P.R
ગોવાની વોસ્કો જેલમાં રવિવારે થયેલ છાપામારી દરમિયાન અહીથી 9 ફોન જપ્ત થયા છે. સૂત્રોનુ કહેવુ છે કે તેમાંથી એક મોબાઈલ ફોન રેપના આરોપમાં જેલમાં બંધ તહલકાને પૂર્વ સંપાદક તરુણ તેજપાલની સેલમાંથી મળ્યો છે. માહિતી મુજબ તેજપાલની સેલમાં તેમના ઉપરાંત 3 બીજા કેદી છે. જો કે આ માહિતી નથી મળી કે મોબાઈલ ફોન આમાંથી કોણી પાસેથી જપ્ત થયો. પોતાની કંપનીની કર્મચારી સાથે યૌન શોષણ બાબતે તેજપાલ લગભગ એક મહિનાથી જેલમાં બંધ છે.

તેજપાલ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ થઈ ચુકી છે. જેમા તેની પર રેપ જેવો ગંભીર આરોપ લગાવાયો છે. તેજપાલની જામીન અરજી પર 4 માર્ચના રોજ સુનાવણી થવાની છે. તેજપાલે જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.

આ પહેલા તહલકાના સંસ્થાપક તરુણ તેજપાલ વિરુદ્ધ ગોવા પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી. ચાર્જશીટમાં નવા અપરાધિ કાયદો એક્ટ 2013 હેઠળ તેજપાલને બળાત્કારનો આરોપી બનાવવામાં આવ્યો છે. તેજપાલ પર યૌન ઉત્પીડન અને મહિલાના સન્માન સાથે છેડછાડ કરવાનો આરોપ પણ લગાવાયો છે. ફરિયાદ પછી તેજપાલે ધરપકડથી બચવા નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો