કુદરતી હાજપે જનારાઓમાં ભારત અવ્વલ,વર્ષમાં આંકડો 53 ટકથી 59.7 ટકાએ પહોંચ્યો.

શનિવાર, 10 મે 2014 (14:31 IST)
સંયુકત રાષ્ટ્ર્ની એ ક રિપોર્ટ પ્રમાણે ભરતના ખુલ્લામાં કુદરતી હાજતે જનારા લોકોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. તે સાથે જ ભારત સરકારને આ રિપોર્ટ ઘણી શરમજનક ગણાવી અને તે સાથે તેનો સ્વીકાર પણ કરી લીધો.

જેનેવામાં શુક્રવારે પ્રોગ્રેસ ઓન ડ્રીન્કીગ વોટર એનડ સેનીટેશન 2014 અપડેટમાં કહેવામાં આવ્યું કે વિશ્વસ્તરે ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે(59.7 કરોડ લોકો) ખુલ્લામાં હાજતે જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)અને યુનીસેફ ની સંયુકતરૂપે તૈયાર કરાયેલી રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દુનિયાભરમાં ખુલ્લામાં કુદરતી હાજતે  એક અરબ લોકો જાય છે. જેમાંથી 82 ટકા લોકો ભારતના છે.

સમસ્યાના સમધાન પર અમારું કોઈ ધ્યાન નથી

રિપોર્ટ્માં જે એક ખાસ બબત ધ્યાનમાં આવી છે તે મુજબ,ખુલ્લામાં કુદરતી હાજતે જનારાઓઅની સંખ્યા ભારત પ્રથમ હોવાના છતાં તે સમસ્યાના સમાધાનમાં ભારત તે દેશોમાં સામેલ નથી જે આ સમસ્યા સમાધાન માટે પ્રગતિ કરી રહ્યાં છે.

સંયુકત રાષ્ટ્ર્ની આ રિપોર્ટ્ને ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે શરમજનક બાબત ગણાવી તે સાથે તેમણે કહ્યું કે હું ત્રણ વર્ષથી કહી રહ્યો છું,સ્વચ્છતા એક રાષ્ટ્રીય જુનૂન હોવું જોઈએ. આપણાં બધા માટે આ શરમજનક બાબત છે.

વર્ષ 2013ની રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 60 કરોડ અથવા કુલ વસ્તીના 53 ટકા ભાગના લોકો જાહેરમાં શૌચ ક્રિયા કરે છે.તેમજ  ભરતમાં કુપોષણની સમ્સ્યા પાછળનું મુખ્ય કારણ બાથરૂમ કે જાજરૂના અભાવ છે. આજના 'પ્રથમ યુએન વર્લ્ડ ટોઈલેટ'ની પૂર્વસંધ્યાએ,સોમવારે રિલીઝ કરાયેલા રિપોર્ટમાં વર્લ્ડ બેંકે જણાવ્યું છે કે સાફ-સફાઈ સુધારણા લાવવાથી બાળકોમાં પ્રજ્ઞાન વધારી શકાશે. હાલના તબ્બ્કે સમગ્ર દુનિયામાં અઢી અબજ લોકો શૌચાલયોના અભાવની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આમાથી એક અબજ લોકો ખુલ્લામાં જ શૌચ કરે છે. અને તેમાંના 60 કરોડ ભારતમાં છે.

વર્ષ 2012 યુનિસેફે આપેલો આંકડો

વર્ષ 2012માં યુનિસેફે દ્વારા ભારતમાં સ્વચ્છતા આંગેના કેટલાક આંક બહાર પાડવામાં આવ્યા હતા. જે મુજબ ભારતમાં કુદરતી હાજતે ગયા બાદ આજે પણ માત્ર 53 ટકા લોકો સાબુથી હાથ સાફ કરતા હોવાનું જણાવાયું હતું. યુનિસેફે જણાવ્યું હતું કે ભારતમાં સાબુથી હાથ સાફ કરવાનું ચલણ ઓછું છે. પબ્લિક હેલ્થ એસોસિયેશનના આંકડા અનુસાર ભારતમાં ખુલ્લામાં કુદરતી હાજતે ગયા બાદ આજે પણ માત્ર 53 ટકા લોકો સાબુથી હાથ સાફ કરે છે. માત્ર 38 ટકા લોકો જમતા પહેલા સાબુથી હાથ સાફ કરે છે. જ્યારે માત્ર 30 ટકા લોકો ભોજન બનાવવાનું શરૂ કરતા પહેલા સાબુથી હાથ સાફ કરે છે.  

વેબદુનિયા પર વાંચો