અમદાવાદ : સટ્ટા કિંગ દિનેશ કલગીનું મોત , સટ્ટા બજારમાં સન્નાટો છવાયો

સોમવાર, 10 નવેમ્બર 2014 (13:56 IST)
સટ્ટા કિંગ દિનેશ કલગીને પહેલી નવેમ્બરના રોજ તેમની તબિયત લથડી હતી જેથી તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો . જ્યાં એક સપ્તાહની સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ 8 નવેમ્બર ના રોજ બપોરે અઢી વાગ્યે ખાનગી હોસ્પિટલ ખાતે દિનેશ કલગીને અંતિમ શ્વાસ લીધો હતો . સટ્ટાબજારમાં કલગીના રૂપકડા નામથી ઓળખાતા કલગીની લાઈફસ્ટાઈલ પણ અલાયદી હતી.100 કિલોથી વધતું  વજન ,મોઢામાં પાન અને હાથમાં સતત અળગતી સિગારેટ રહેતી હતી. 
 
મળતી માહિતી મુજબ સ્ટર્લિગ  હોસ્પિટલમાં દિનેશ કલગીને દાખલ કરાયા હતા. ભારે શરીરને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. લોહી મગજમાં ભાગ સુધી પહોંચી રહ્યું ન હતું . જે કારણોસર તેમને અમુક દિવસોથી વેનટીલેટર પર રાખવમાં આવ્યા હતા 
 
બે દિવસ અગાઉ ચર્ચાઓ તેજ બની હતી કે દિનેશ કલગીનું મોત નિપજ્યું છે જોકે તે અહેવાલ પાયાવિહાણા હતા. ક્રિકેટના ઈતહાસમાં કુખ્યાત સટ્ટાકિંગ તરીકે રહેલા દિનેશ કલગીનું 8 નવમ્બરે પોત નિપ્જયું છે. આ સમાચાર ફેલાતાની સાથે જ સટ્ટાબજારમાં સોપો પડી ગયો છે. 
 
આઈપીએલ મેચ ફિકસિંગ દરમિયાન પણ દિનેશ કલગીએ ઘણી બધી બબતોનો ખુલાસો કર્યો હતો. દિનેશ કલગીને એ વખતે દાવો કર્યો હતો કે ,ઓસ્ટ્રિલિયા દક્ષિણ આફ્રિકા ,લંડન અને દુબઈ ફિકસિંગના મુખ્ય સેંટર તરીકે છે. દિનેશ કલગીને એમ પણ કહી ચૂકયો હતો કે કોઈપણ ભારતીય ખેલાડી ઈમાનદાર નથી . 
 
મહેન્દ્ર મુખીની કલબમાં સામાન્ય નોકરથી સટ્ટા બજારમાં પગ મુકનારા દિનેશ ઠક્કર ઉર્ફ કલગીને જીવનમાં વિચાર્યું તેવું પત્તું પડયું અને જેને ત્યાં નોકરી કરી તેના જ ભાગીદાર તરીકે સુદામા નામની રિસોર્ટ ઉભી કરી નાખી હતી. પોલીસ નેતાઓ અને તંત્રની મદદથે જુગાર સટ્ટાની અસામાજિક પ્રવૃતિ માટે ચર્ચામાં રહેલા કલગીની હાલત ગંભીર હોવાના સમાચાર પ્રકાશિત થતાં જ સટ્ટા બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો.  
 

વેબદુનિયા પર વાંચો