બબલુ ઝડપથી દોડીને પુલ પાર કરીને, બજારના ચોકમાંથી નીકળી, શોર્ટ-કટની ગલીમાં ઘૂસીને, ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રકમાં કૂદકો મારીને, આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને, પછી દોસ્તની સાઈકલ ઝૂટવીને ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને ફાયરબ્રિગેડના સ્ટેશન પાસે….. આવેલી સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો, ‘એ બધા સાંભળો, કાલે રજા છે…..!’