આમ તો મહિલાઓ દરેકને પ્રશ્નો પર પ્રશ્ન પૂછતી રહે છે પણ જ્યારે તેને ખુદને કોઈ વાતનો જવાબ આપવો પડે છે તો તે ઈરિટેટ થઈ જાય છે. પછી તે સવાલ તેની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલો હોય કે તેમની રિલેશનશિપ સાથે સંબંધિત હોય. આજે અમે તમને આવાજ કેટલાક સવાલ વિશે બતાવી રહ્યા છીએ જેને મહિલાઓ સાંભળવા બિલકુલ પસંદકરતી નથી. તો જો તમારી પણ કોઈ ફીમેલ ફ્રેંડ છે તો તેને ભૂલથી પણ આ સવાલ ન કરો.. નહી તો તે નારાજ થઈ જશે.
મહત્વ કોને આપે છે ?
દરેક પુરૂષ પોતાની ગર્લફ્રેંડ કે પત્નીને આ સવાલ કરે છે કે તે સૌથી વધુ કોણે મહત્વ આપે છે. મિત્રોને, ઘરના લોકોને કે પાર્ટનરને. આવો સવાલ સાંભળીને છોકરીઓ ગુસ્સે થઈ જાય છે. દેખીતુ છે કે તે પહેલા પોતાના ઘર અને પાર્ટનરને ટાઈમ આપશે. પછી પોતાના મિત્રો માટે સમય કાઢશે.