લીટ્ટે-સેના વચ્ચે સંઘર્ષ, 57નાં મોત

ભાષા

સોમવાર, 18 ઑગસ્ટ 2008 (12:37 IST)
શ્રીલંકાનાં ઉત્તરી ભાગમાં સેના અને આતંકી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તામિલ ઈલમનાં વચ્ચે છેલ્લાં બે દિવસથી ચાલી રહેલાં સશસ્ત્ર સંઘર્ષમાં 50 જેટલાં આતંકવાદીઓ અને સાત જેટલાં સૈનિકોનાં મોત થયાં છે.

સેનાનાં પ્રવક્તા બ્રિગેડીયર ઉદય નનયક્કારે જણાવ્યું હતું કે આ સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન સૈનિકોએ મુલ્લઈતિવુ જિલ્લામાં સ્થિત આતંકવાદીઓનાં બંકર જેવા બેઝપર કબજો જમાવી દીધો છે.

બે દિવસમાં 49 તામિલ આતંકવાદીઓ માર્યા ગયા હતાં, જ્યારે 59 જેટલાં ઘાયલ થયાં છે. તો સાત જેટલાં સૈનિકો માર્યા ગયા હતાં. તો આ સંઘર્ષમાં 32 સૈનિકો ઘાયલ થયા છે. તો સૈનિકોએ ઉત્તરી જાફનાનાં વાણી વિસ્તારમાં પણ કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં કિલિનોચ્ચિ શહેરને એલટીટીઈએ પોતાની રાજધાની જાહેર કરી છે.

વેબદુનિયા પર વાંચો