એટલાન્ટીક મહાસાગરમાં પેટ્રોલીંગ કરી રહેલી બ્રિટન અને ફ્રાંસની બે અણુ શસ્ત્રોથી સજ્જ સબમરીન વચ્ચે ટક્કર થઈ હતી. જો કે તેમાંથી ન્યુક્લિયર રેડીએશન ફેલાયુછે કે નહીં તે અંગે જાણકારી મળી નથી.
બ્રિટીશ નેવીનાં જણાવ્યા મુજબ આ ટક્કર ખુબ નુકસાનકારક બની શકત. પણ એવું થયું નથી. સબમરીનમાં હથિયારો રાખ્યા છે, તે ભાગોને ખુબ ઓછુ નુકશાન થયુ છે. બંને સબમરીનમાં એટલી વિશાળ માત્રામાં અણુ હથિયારો હતા કે તેનાથી હિરોશીમા અને નાગાસાકી કરતાં પચાસ ગણો મોટી દુર્ઘટના ઘટી શકે તેમ હતી.
જો કે આ ટક્કર સમુદ્રની અંદર રવિવારે મધ્યરાત્રિએ થયો હતો. ફ્રાંસ નેવીનાં જણાવ્યા મુજબ આ ટક્કર થઈ ત્યારે બંને સબમરીન ખુબ ધીમી ઝડપે ચાલી રહી હતી. તેમજ ફ્રાંસની સબમરીનનું સોનાર યંત્ર પણ સારી રીતે કામ કરતું નહતું.
આ બંને સબમરીનોમાં અણુ શસ્ત્રો ઉપરાંત બીજા શસ્ત્રો પણ મોટી માત્રામાં હતા. તેથી અધિકારીઓએ ન્યુક્લિયર રેડીએશન ફેલાયુ હોવાની વાતથી હાસકારો અનુભવ્યો છે.