બિમારીએ તેને હૈરી પોર્ટર બનાવ્યો

સોમવાર, 18 ઑગસ્ટ 2008 (11:22 IST)
ઓગણીસ વર્ષનાં ડૈનિયલ સૈડક્લિકને ફિલ્મોમાં પોતાની સફળતાના લીધે હૈરી પોર્ટરના નામથી વધારે ઓળખવામાં આવે છે. તેમનું એવુ પણ કહેવું છે કે તેઓ ડિસપ્રેક્સિયા નામથી બિમારીથી પીડિત છે, આ બિમારીને લીધે માણસના હાથ-પગ શુન્ય થઈ જાય છે અને તે નાના-મોટા કામ કરવામાં પણ મુશ્કેલી અનુભવે છે. એટલા માટે તેમને પોતાના બુટને દોરી બાંધવામાં પણ મુશ્કેલી આવે છે.

ડૈનિયલનું તો એટલે સુધી કહેવું છે કે તેઓ આ બિમારીને લીધે જ અભિનેતા બન્યાં છે કેમકે સ્કુલમં તેઓ કંઈ ખાસ નહોતા કરી શક્યાં અને કોઈ પણ વિષયમાં પોતાની વિશેષ પ્રતિભા દેખાડી શક્યાં નહતાં. આ બિમારીને લીધે વ્યક્તિની સામાન્ય પ્રક્રિયાઓ પણ પ્રભાવિત થઈ જાય છે. જ્યારે કે તેનું કોઈ સ્પષ્ટ કારણ દેખાતું નથી.

પરંતુ આ બિમારી ત્યારે વધારે અસર કરે છે જ્યારે તે વધારે પ્રભાવિત હોય. એવું માનવામાં આવે છે કે બ્રિટનમાં દસ ટકા લોકો આ બિમારીથી પ્રભાવિત છે પરંતુ માત્ર બે ટકા લોકો પર આ બિમારીની કોઈ ગંભીર અસર નથી પડતી પરંતુ મહિલાઓ કરતાં પુરૂષોમાં આ બિમારીની અસર વધારે જોવા મળે છે. એટલા માટે સમજી શકાય છે કે ડેનિયલમાં ડિસપ્રેક્સિયાની અસર ખુબ જ ઓછી છે.

છતાં પણ તેઓ માને છે કે પાંચ વર્ષની ઉંમરમાં અભિનેતા બનવા માંગતાં હતાં. જો કે તેમની માનુ માનવું છે કે તેઓ અભિનેતા પણ ન બની શકત. પણ આખરે તેમણે ડેનિયલને બીબીસીની સિરીયલ ડેવિડ કોપરફિલ્ડ માટે ઓડીશન આપવાની અનુમતિ આપી દિધી હતી. આ સીરીયલ તેમની પહેલી સફળતા હતી. 2000માં હૈરી પોર્ટર બનીને સફળતા મેળવી લીધા બાદ તેમની આવક 1 કરોડ 70 લાખ પાઉંડ હતી.

આ વાત આશ્ચર્યની છે કે તેમણે તે વાતનો ખુલાસો નથી કર્યો કે તેમણે પોતાની બિમારીની સારવાર ક્યારે કરાવી કેમકે જો તેઓ આ બિમારીથી પીડિત હોત તો નક્કી પોર્ટર સીરીઝના છેલ્લા ભાગ ડેથલીવ હોલોઝના એક સ્ટંટમાં સીન કરવાથી જરૂર ગભરાયા હોત. આ ફિલ્મ 2010ના શરૂઆતમાં પ્રદર્શિત થશે. કહેવામાં આવે છે કે જ્યારે આ ફિલ્મનો સીન કરવા માટે તેમનો ડુબલીકેટ ન આવ્યો તો આ સીન તેમણે જાતે જ કર્યો હતો. તેમને એક સળગતી બિલ્ડીંગથી સો ફુટ ઉંચી કેન દ્વારા એક તારની મદદથી ખેંચવામાં આવ્યો હતો.

ડિસપ્રેક્સિયનાઅ વિશેષજ્ઞ જાણકાર ડૉ. ડેવિડ યંગરનું કહેવું છે કે મને તે જાણીને નવાઈ લાગે છે કે ડેનિયલે પોતાની આ બિમારીના લક્ષણ ક્યારેય પણ અભિનયમાં નથી આવવા દિધા.

સંદીપ તિવારી

વેબદુનિયા પર વાંચો