પર્યાપ્ત મદદ નથી કરી રહ્યુ ઈરાન - અલબરદેઈ

વાર્તા

બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (09:45 IST)
પરમાણુ ઉર્જા એજંસીના વરિષ્ઠ અધિકારી અલબરદેઈએ કહ્યુ કે ઈરાન પોતાના નાભિકીય કાર્યક્રમોના વિશે ઉઠેલા પ્રશ્નોનો હલ કરવાની દિશામાં પર્યાપ્ત મદદ નથી કરી રહ્યો.

વિશ્વમાં પરમાણુ બાબતે નજર મૂકનારી સંસ્થાના પ્રમુખ અલબરદેઈ સતત એ કહે છે કે ઈરાન પરમાણુવાળી જગ્યાઓ પર નિરીક્ષકોને પોતાનુ કામ કરવામાં મદદ કરી રહ્યા છે, પરંતુ પાછલી ગતિવિધિયોના વિશે ઉઠેલા પ્રશ્નોની દિશામાં મદદનો અભાવ રહ્યો છે.

તેમણે કહ્યુ કે ઈરાન આ સમયે સૈન્ય સંભવિત વિસ્તારમાં ન તો જવાની સુવિદ્યા આપી રહ્યુ છે કે ન તો કોઈ સ્પષ્ટીકરણ આપી રહ્યા છે.

તેમણે કહ્યુ કે તેઓ આ વાતથી બિલકુલ ખુશ નથી. ઈરાન છેલ્લા કેટલાક મહિનાઓથી આ એજંસીને મદદ કરવાની બંધ કરી દીધી છે. પરંતુ તેમણે આ વાતની ચોખ્ખી ના પાડી છે કે ઈરાને યૂરેનિયમ સંવર્ધનને માટે કોઈ સેટ્રીફ્યૂજ જોડ્યો છે.

વેબદુનિયા પર વાંચો