તાલિબાનને સમર્થન આપ્યું નથી-મુશર્રફ

વાર્તા

મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (16:17 IST)
પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સત્તા પર હતા ત્યારે તેમણે એક બાજુ અમેરિકાની આર્થિક સહાય લીધી હતી, તો બીજી બાજુ તાલીબાનનું સમર્થન કર્યુ હતુ,તેવા અહેવાલને મુશર્રફે વખોડી નાંખ્યું છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તાથી બેદખલ થયેલા મુશર્રફે ન્યુયોર્ક ટાઈમ્સનાં પત્રકાર ડેવિડ સેન્ગરનાં પુસ્તક ધ ઈનહેરીટેન્સની આલોચના કરી હતી. તેમાં જણાવ્યું હતું કે આ પુસ્તકમાં રજુ કરવામાં આવેલા તથ્યો ખોટા છે. તેમજ તેણે કદી અમેરિકા સાથે ડબલ ગેમ કરી નથી.

અલ કાયદાનાં નંબર વન દુશ્મન અને અમેરિકા રાષ્ટ્રપતિનાં લાડકા એવા મુશર્રફ પર બે વાર આત્મઘાતી હુમલા થઈ થયા છે. પણ તે બચી જવામાં સફળ રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન વિરૂદ્ધ સાઝીશ કરવામાં આવી રહી છે. જેમાં પાકિસ્તાની સેના અને જાસુસી સંસ્થા આઈએસઆઈને નબળી કરીને દેશને નબળો કરવાની યોજના કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો