તાલિબાન કમાન્ડરનું મોત-સેના

ભાષા

સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (17:08 IST)
પશ્ચિમોત્તર અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓનાં અડ્ડાને નિશાન બનાવીને કરવામાં હુમલામાં તાલિબાનનાં બે કમાન્ડરોનાં મોત થયા હોવાનું સેનાએ દાવો કર્યો હતો.

અમેરિકાની આગેવાનીમાં સેના અને પોલીસ દ્વારા સંયુક્ત પણ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. સેનાનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે બાદધિસ પ્રાંતમાં આતંકવાદી પરિસરને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં તાલિબાનનાં બે કમાન્ડર માર્યા ગયા હતા.

આ હુમલામાં પ્રમુખ ઉગ્રવાદી નેતા મુલ્લા દસ્તગીર અને તેના સાથીદારો માર્યા ગયા હતા. આ હુમલો તુર્કેમેનિસ્તાનને લાગેલી સીમા પર કરવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો