ચિલીમાં હેલીકોપ્ટર તુટ્યુઃ14નાં મોત

વેબ દુનિયા

સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (16:19 IST)
ચિલીમાં ફાયરબ્રિગેડનાં જવાનોને લઈને પાછા આવી રહેલ એક હેલીકોપ્ટર તુટી પડતાં 14 લોકોનાં મોત થયા હતા. આ હેલીકોપ્ટરમાં બેઠેલાં મોટાભાગનાં મોત થયા હોવાની સંભાવના છે.

દક્ષિણ ચિલીના જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના કાર્યમાં જોડાયેલા ફાયરબ્રિગેડના 12 સભ્યોને લઈને પાછું ફરી રહેલું એક હેલિકૉપ્ટર અકસ્માતગ્રસ્ત થતાં તેમાં બેઠેલા બે પાયલોટ સહિત 14 લોકોનાં મોત થયા હતાં.

મૌલે પ્રાંતના ગવર્નર મરિયા ડેલ કર્મને જણાવ્યું હતું કે સેન્ટિઆગોથી લગભગ 270 કિલોમીટર દક્ષિણમાં ચાંકો નજીક હેલિકૉપ્ટર પર્વત સાથે અથડાયું હતું. રાષ્ટ્રીય વન સેવા પ્રમુખ ડાંતે બ્રેવોએ જણાવ્યું હતું કે જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં જોડાયેલા 12 ફાયરબ્રિગેડના કર્મચારીઓને પાછા લાવવાનું કામ કરી રહેલ હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું.

વેબદુનિયા પર વાંચો