ઉ.કોરિયા મિસાઈલનું પરીક્ષણ ન કરે

વાર્તા

મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (14:10 IST)
અમેરિકાની વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે જો ઉત્તર કોરિયા તેના પરમાણુ મિસાઈલનું પરિક્ષણ કરશે, તો તેને અમેરિકાની સાથે સુધરી રહેલાં સંબંધોનો લાભ નહીં મળે.

જાપાનની યાત્રા પર આવેલા શ્રીમતી ક્લિન્ટન જણાવ્યું હતું કે અમેરિકા ઉત્તર કોરિયાનાં મિસાઈલ કાર્યક્રમો પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. અને, જો તેણે પરિક્ષણ કર્યું તો બંને દેશો વચ્ચે સામાન્ય થઈ રહેલાં સંબંધોમાં વિક્ષેપ પડશે.

ઉત્તર કોરિયાનાં મીડિયાનાં જણાવ્યા મુજબ લાંબા અંતરની મિસાઈલ તેપોડાંગા 2નું પરીક્ષણ કરવાની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ મિસાઈલથી અલાસ્કા સુધી પ્રહાર કરી શકાય છે. જો કે તે હજી સુધી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા સમુદ્રની નજીકની સીમાથી ઓછા અંતર મિસાઈલનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો