અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અફગાનિસ્તાનમાં 17 હજાર વધુ સૈનિકોને મોકલવાની જાહેરાત કરી છે. તેમણે એક લેખિત નિવેદનમાં કહ્યુ કે અફગાનિસ્તાનની ખરાબ થઈ રહેલી સ્થિતિને સ્થિર કરવા માટે આ વધારો જરૂરી થઈ ગયો હતો.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા રોબર્ટ ગિબ્સે કહ્યુ એક યુધ્ધગ્રસ્ત અફગાનિસ્તાનમાં 17 હજાર સૈનિકોને મોકલવાનો આદેશ પેટાગનને આપી દીધો છે અએન જેના પર હસ્તાંક્ષર કરવામાં આવી ચૂક્યા છે.
આ પહેલા ઓબામાએ કેનાડામાં ગુરૂવારે એક ટેલીવિઝન ચેંલને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે અફગાનિસ્તાનની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અહીં સૈનિક તાકતના બદલે બીજી કોઈ મદદની જરૂર પડી ગઈ છે.
અફગાનિસ્તાનમાં કેનાડાના સૈન્ય અભિયાનના વખાણ કરતા અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે ટૂંક સમયમાં તેઓ સનિકોના વિશે કેટલીક નવી યોજનાઓનો ખુલાસો કરશે.