કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ભારત પહેલા અલગાવવાદી નેતાઓ સાથે વાતચીત કરશે - નવાઝ શરીફ

શુક્રવાર, 21 નવેમ્બર 2014 (10:16 IST)
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ગુરૂવારે કહ્યુ કે તેમનો દેશ ભારત સાથે કોઈપણ પ્રકારની વાતચીત શરૂ કરતા પહેલા કાશ્મીરી નેતાઓ સાથે વાતચીત કરશે. 
 
ડોન અનુસાર નવાઝે મુઝફ્ફરાબાદમાં કાશ્મીર પરિષદમાં કહ્યુ કે પાકિસ્તાન ભારત સાથે કોઈપણ વાતચીત કરતા પહેલા કાશ્મીરી નીતાઓ સાથે વાતચીત કરશે. વડાપ્રધાને કહ્યુ કે પાકિસ્તાન પોતે આતંકવાદથી વધારે પીડિત છે. જેથી તેની સંસ્થાઓ પર આતંકવાદમાં સામેલ થવાનો આરોપ એકદમ ખોટો છે. 
 
તેમણે કહ્યુ કે અમારા મૂળભૂત સમજ મુજબ કાશ્મીર મુદ્દો સમાધાન વાર્તાના આધારે ઉકેલાઈ શકે છે. મારી સરકારે ભારત વાતચીતની પહેલ કરી. પણ તેમના વિદેશ સચિવ સ્તરેથી વાર્તા રદ્દ થઈ ગઈ. 
 
નવાઝે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય સમુદાયે કાશ્મીર મુદ્દે ભારતને વાતચીત કરવા ટેબલ પર લાવવની ભૂમિકા નિભાવવી જોઈએ. 
 
શરીફે કહ્યુ કે પાકિસ્તાન વાતચીત મારફતે કાશ્મીર મુદ્દાને ઉકેલ ઈચ્છે છે. અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મદદથી ભારતને ટેબલ પર વાતચીત કરવા લાવી શકાય તેમ છે.  નવાઝે કહ્યુ કે ભારત સાથે વાતચીત કરતા પહેલા મેં કાશ્મીરી નેતાઓ સાથે વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. 

વેબદુનિયા પર વાંચો