વ્યવસાયે ફિઝિયોથેરેપિસ્ટ માયાસુકીનુ કહેવુ છે કે તેની પત્ની અને બાળકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે. .. કે તેમની પાસે ઓજાકી માટે સમય જ નથી.. .. તેથી જ તો બજારમાંથી માયુ નામની આ સિલિકૉન ડોલ તેઓ ખરીદી લાવ્યા.. જેની કદકાઠી બિલકુલ કોઈ સ્ત્રી જેવી જ છે. જે રીતે કોઈ પતિ પોતાની પત્ની સાથે રહે છે એ જ રીતે માયાસુકી પણ આ ડોલ સાથે એક જ રૂમમાં રહે છે. આ વાતને લઈને તેમની પત્ની સાથે તેમનો ઝગડો પણ થયો હતો.. પણ પછી પત્નીએ પણ પરિસ્થિત સાથે સમજૂતી કરી લીધી.
માયાસુકીનુ કહેવુ છે કે ડોલ સાથે સંબંધો મુશ્કેલ નથી અને ડોલ તેની બધી વાતો આરામથી સાંભળે છે. તેઓ તેને બહાર ફરવા પણ લઈ જાય છે અને શોપિંગ પણ કરાવે છે. સાથે જ તેમણે ડોલ સાથે જીવવા-મરવાના સોગંધ લીધા છે અને મર્યા પછી પણ તેને પોતાની સાથે જ દફનાવવામાં આવે એવી ઈચ્છા રાખે છે. માયુ ડોલના રૂપમાં તેમને પોતાનો જીવનસાથી મળી ગયો છે.. આ વીડિયો જોઈને પત્નીઓ તમે પણ વિચાર કરો કે શુ તમે પણ તમારા પતિને પૂરતો સમય આપો છો કે નહી..