પેટ્રોલની જરૂર નહી પડે, માણસની પેશાબથી ચાલશે ગાડીઓ..

મંગળવાર, 19 જુલાઈ 2016 (12:38 IST)
પેટ્રોલની વધતી કિમંતો વચ્ચે તમારે માટે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તે બજારમાં જલ્દી એવી કાર લાવી શકે છે. જે પેટ્રોલ, ડીઝલ કે અન્ય ઉર્જા સ્ત્રોતથી નહી પણ પેશાબથી દોડશે. 
 
ઈગ્લેંડની એક યૂનિવર્સિટીના શોધકર્તાઓએ આ વાતનો દાવો કર્યો  છે કે માણસની પેશાબમાં કેટલાક કેમિકલ્સ મિક્સ કરીને આવુ મિશ્રણ તૈયાર કરી શકાય છે જેનાથી સારી એવી માત્રામાં ઉર્જા બનાવી શકાય છે. 
 
શોધકર્તાઓના મુજબ એવી કાર બજારમાં આવશે અને તે બેટરી માણસના યૂરીનથી બનેલ મિશ્રણની મદદથી ચાર્જ થઈ જશે. શોધકર્તાઓના મુજબ તે  યૂરીન ઉર્જા બનાવવામાં સૌથી વધુ કામ આવે છે જેમા આલ્કોહોલની માત્રા જોવા મળે છે. તો હવે તમને કાર ચલાવવા માટે પેટ્રોલની જરૂર નહી પડે 

વેબદુનિયા પર વાંચો