US પહોંચેલ નવાઝને ઝટકો, PAKને આતંકવાદી દેશ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં આવ્યુ બિલ

બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (12:19 IST)
ઉડી હુમલા પછી પાકિસ્તાનને જુદા જુદા કરવાની ભારતની પડતાલ કારગર સાબિત થઈ રહી છે. અમેરિકી કોંગ્રેસમાં પાકને આતંકી દેશ કરાર આપવાનુ બિલ રજુ કરી દીધુ છે. ઓબામાએ કહ્યુ કે જો કોઈ દેશે કોઈ સામે પ્રોક્સી વોર છેડ્યું હોય તો તેને બંધ કરવું જોઈએ. 18 સપ્ટેમ્બરે કાશ્મીરના ઉરીમાં સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ આર્મી બ્રિગેડ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જેમાં 18 જવાનો શહીદ થયા હતા.
 
- હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવમાં રિપબ્લિકન સાંસદ ટેડે એક અન્ય સાંસદ ડાના રોહરાબેકરની સાથે પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિજ્મ ડેઝિગનેશન એક્ટ રજુ કર્યુ. 
- પો. હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવમાં ટેરરિજ્મ પર બનેલ સબકમેટીના ચેયરમેન પણ છે. 
- પો. કે મુજબ હવે સમય આવી ગયો છે કે આપણે પાકિસ્તાનને તેની દુશ્મની કાઢવા માટે પૈસા આપવા બંધ કરી દઈએ. તેને તે જાહેર કરી દેવુ જોઈએ જે તે છે. 
- પો. એ પણ કહ્યુ, પાકિસ્તાન એક એવો સહયોગી છે જેના પર વિશ્વાસ નથી કરી શકાતો. તે અનેક વર્ષોથી અમેરિકાના દુશ્મનોને મદદ આપી રહ્યો છે. 
- પો.એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ, "હુ ભારતમાં કાશ્મીરમાં આર્મી બેસ પર થયેલ હુમલાનો કડક શબ્દોમાં નિંદા કરુ હ્હુ. આ હુમલામાં ભારતના 18 જવાન શહીદ થઈ ગયા. ભારત અમારો નિકટનો સહયોગી છે. 
 
પો. એ વધુ શુ કહ્યુ 
 
- પો.એ પાકિસ્તાન પર એ પણ આરોપ લગાવ્યો, "પાકે ઓસામા બિન લાદેનને તમારી અહી શરણ આપી. તેને હક્કાની નેટવર્કથી પણ સાચા પણ સારા સંબંધો છે. આ પુરાવો છે કે ટેરરિજ્મ વિરુદ્ધ છેડાયેલ વોરમાં પાકિસ્તાન કઈ બાજુ છે." 
- સાથે જ બરાક ઓબામાને બિલ પ 90 દિવસમાં રિપોર્ટ આપવી પડશે કે પાકિસ્તાન ઈંટરનેશનલને સપોર્ટ કરે છે કે નહી.. 
 
ઓબામા બોલ્યા - પ્રોક્સી વૉર બંધ કરે દેશ 
 
- યૂએનમાં પાકિસ્તાનનુ નામ લીધા વગર ઓબામાએ કહ્યુ, "જે દેશ પ્રોક્સી વોર છેડી રહ્ય છે તેને તરત બંધ કરવા જોઈએ.'
- ઓબામાએ વોર્નિગ આપતા કહ્યુ, "કોઈપણ કમ્યુનિટી આતંકના છાયા હેઠળ રહેવા નથી માંગતી. તેનાથી અગણિત લોકો પ્રભાવિત થઈ રહ્યા છે.' 
- યૂએનમાં પોતાની અંતિમ સ્પીચમાં તેમણે કહ્યુ, કોઈ બહારની તાકતને આ અધિકાર નથી કે તે કોઈ બીજી ધાર્મિક કમ્યુનિટીને લાંબા સમય સુધી દબાણમાં રાખે. 
- ઉલ્લેખનીય છે કે ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર પ્રોક્સી વોર છેડવાનો આરોપ લગાવતુ રહ્યુ છે. 
- ભારતનો એ પણ આરોપ છે કે પાકની જમીન પર ચાલી રહેલ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠન સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.  

વેબદુનિયા પર વાંચો