ઓલિમ્પિક પુર્ણ થતા જ જાપાનમાં શક્તિશાળી વાવાઝોડુ, 90 ફ્લાઈટ્સ કેંસલ, ભારે વરસાદની ચેતાવણી

સોમવાર, 9 ઑગસ્ટ 2021 (14:25 IST)
જાપાનમાં રવિવારે ઓલિમ્પિકના પુર્ણ થતા જ ભીષણ ચક્રવાતી વાવાઝોડાનુ એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે આ તોફાનને કારણે ઓછામાં ઓછી 90 ફ્લાઈટને રદ્દ કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આને કારણે ઓલિમ્પિક સેરીમનીમાં ભાગ લઈને પોતપોતાના દેશ પરત ફરી રહેલ ખેલાડીઓ ઉપર કોઈ અસર નહી પડે. આ તોફાનથી જાપાનનો દક્ષિણભાગ વધુ પ્રભાવિત થશે એવુ બતાવાય રહ્યુ છે. મોસમ વિભાગે વાવાઝોડાને કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપી છે. 
 
લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે 
 
જાપાની મીડિયા એનએચકે બતાવ્યુ કે ટાઈફૂન લ્યૂપિટને કારણે દક્ષિણી અને દક્ષિણ પશ્ચિમી જાપાનમાં 90થી વધુ ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે.  શનિવારે જાપાન મોસમ વિભાગે કહ્યુ કે આંધી દક્ષિણથે આગળ વધી રહ્યુ હતુ અને રવિવારે મોડી રાત સુધી ક્યુશૂ દ્વીપ સુધી પહોંચવાનુ અનુમાન છે. આવી સ્થિતિમા દ્વીપ પર રહેનારા લોકોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર