21 કરોડમાં વેચાઈ ટીપુ સુલ્તાનની તલવાર, જાણો શુ છે ખાસ ?

ગુરુવાર, 23 એપ્રિલ 2015 (11:48 IST)
પોતાની બહાદુરીથી અંગ્રેજોના છક્કા છોડાવનારા મહાન ટીપૂ સુલ્તાનની તલવાર અને બંદૂક રેકોર્ડ કિમંતમાં લીલામ થયા છે.  
 
ટીપૂ સુલ્તાનના કેટલાક હથિયાર અને કવચ લંડનમાં 60 લાખ પાઉંડ મતલબ 56 કરોડ રૂપિયામાં લીલામ થયા છે. 18મી સદીના મૈસૂરના શાસક ટીપૂ સુલ્તાન સાથે જોડાયેલ કુલ 30 વસ્તુઓની નીલામી થઈ. 
 
જેમા તેમની એક ખાસ તલવાર પણ છે. જે લગભગ 21 કરોડ રૂપિયામાં નીલામ થઈ. આ તલવારની મૂઠ પર રત્નજડિત વાઘ બનેલો છે. એક તોપ 13 કરોડ રૂપિયામાં નીલામ થઈ. ટાઈગર ઓફ મૈસૂર કહેવાતા ટીપૂ સુલ્તાનનુ પ્રતીક ચિન્હ વાઘ હતુ. જે તેમની સાથે જોડાયેલ વસ્તુઓ પર મુખ્ય રૂપે અંકિત કરવામાં આવે છે. 
 
એક સમયે ટીપૂએ પોતે કહ્યુ હતુ કે હુ મારી વયના ઘેંટાની જેમ જીવવાને બદલે એક દિવસના વાઘની જેમ જીવવુ પસંદ કરીશ. 
 
નીલામ ઘર બૉનહૈમ્સે મંગળવારે ટીપૂ સુલ્તાન સાથે જોડાયેલ વસ્તુઓની નીલામી કરી. જેમા રત્ન જડિત મૂઠવાળી તલવારો, નકશીદાર તરકશ. સુંદર લોખંડની ટોપ, બંદૂક, નિશાનેબાજીમાં કામ આવનારી બંદૂક, પિસ્તોલ કાંસાની તોપનો પણ સમાવેશ છે. 
 
ટીપૂના બધા હથિયાર એક અલગ કારીગરીનુ શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય છે. બ્રિતાની ઈસ્ટ ઈંડિયા કંપનીમાંથી ટીપૂનો સંઘર્ષ 1799માં તેમની મોત સુધી ચાલતો રહ્યો. 

વેબદુનિયા પર વાંચો