મૉલમાં વાઘને જોઈને બધા આમ તેમ ભાગવા લાગ્યા.. પછી જે થયુ તે જોઈને બધા હતા Shocked

શનિવાર, 15 એપ્રિલ 2017 (13:14 IST)
જરા વિચારો, તમે મૉલમાં ફરી રહ્યા છો ત્યારે કોઈ વાઘ આવી જાય .. આ વાત વિચારતા જ શરીરમાં કંપારી છૂટી જાય છે. રૂસના એક મૉલમાં સાચે જ એવુ જ થયુ. અહી લોકો આરામથી મૉલમાં શોપિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક ત્યા વાઘ આવી ગયો. પહેલા તો લોકોને સમજાયુ જ નહી કે છેવટે તે અહી કેવી રીતે પહોંચી ગયો. વાઘને જોતા જ ભયથી લોકો આમ તેમ ભાગવા માંડ્યા. ત્યારે લોકોની નજર પડી વાઘ પોતે ત્યા સુધી નહોતો પહોંચ્યો.. તેને પટ્ટાથી બાંધીને એક વ્યક્તિ લઈને આવ્યો છે. ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો. પછી ત્યા હાજર લોકો અને દુકાનદાર મોબાઈલથી આ વાઘનો વીડિયો બનાવવા લાગ્યા. જો કે કોઈપણ વાઘના નિકટ જવાની હિમંત નહોતુ કરી રહ્યુ.  બધા દૂરથી જ તેને જોઈ રહ્યા હતા. વાઘ પણ એવી રીતે ચાલી રહ્યો હતો જાણે તે પાલતૂ ડોગ હોય. તે પોતાના માલિકની સાથે ચાલી રહ્યો હતો. 
 
કારલિયાના લોટસ પ્લાઝા મૉલમાં સાત એપ્રિલના રોજ અચાનક એક વાઘ આવી ગયો.  તે ત્યા આવતા જ ફરવા લાગ્યો. વાઘને જોવા માટે ત્યા ભીડ એકત્ર થઈ ગઈ. ત્યારબાદ વાઘ પણ કોઈ એવી હરકત કરતો ન દેખાયો કે જેનાથી લોકો ગભરાય જાય. 
 
મોલમાં વાઘના પહોંચવાનો વીડિયો બનાવનારા એક દુકાનદારે કહ્યુ, "ફક્ત હુ જ નહી ત્યા હાજર બધા લોકો આશ્ચર્યમાં હતા. ત્યા હાજર બધા લોકો પોતાનો કેમરા અને મોબાઈલ વાઘનો વીડિયો બનાવવામાં લાગી ગયા.  બાળકો અને બધા ખૂબ ઉત્સુકતાથી વાઘને જોઈ રહ્યા હતા. તેમને જણાવ્યુ કે આ વાઘ સર્કસમાં કામ કરનારો હતો.  તે પોતાના ટ્રેનરની સાથે ત્યા આવ્યો હતો તેનુ નામ કાત્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો