સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ શોખ હોય છે. આજે અમે તમને એક એવી યુવતી વિશે બતાવી રહ્યા છીએ જેને અંડરવિયર કલેક્શનનુ ઝનૂન છે. સાંભળીને તમને થોડી નવાઈ જરૂર લાગશે પણ આ સત્ય છે. સિડનીની 27 વર્ષની એલી હેટફુલને પોતાના આ શોખને કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એલી બતાવે છે કે અનેકવાર પોતાના મોંઘા અને વિચિત્ર અંડરવિયરને કારણે તેમને કામના સ્થાન પર પણ ખૂબ મુશ્કેલી પડે છે. જોકે તે પોતાના આ કલેક્શનને કારણે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય પણ છે.
તેણે કહ્યુ કે મોટાભાગના લોકો મારી ફેશનને સમજતા નથી પણ મને તેનાથી કોઈ ફરક પડતો નથી. પોતાના અંડરવેઅરની સાથે હુ અનેક પ્રકારના પ્રયોગ કરુ છુ અને તેનાથી મને સારુ લાગે છે. અનેકવાર મારી ડિઝાઈનર બ્રા ની સ્ટ્રિપ જોઈને કેટલાક લોકો ઓફિસમાં મને ટોકતા રહે છે. મારી અંડરવિયર જો ક્યારેક જૉબ યૂનિફોર્મની અંદરથી દેખાય તો કેટલાક લોકો તેને કામના નિયમોનું ઉલ્લંઘન બતાવે છે.
એલીએ કહ્યુ, જૉબ માટે યૂનિફોર્મ ફિક્સ હોવાને કારણે મને ખૂબ વધુ ફેશન સાથે કંઈક અલગ કરવાની છૂટ નથી. રોજ રોજ એક જેવા કપડા પહેરવાને કારણે ત્યા મારે માટે કશુ અલગ કરવુ શક્ય નથી. તેથી મેં મારી અંડરવેઅરને જ સ્ટાઈલ સ્ટેટમેંટ બનાવવાનુ વિચાર્યુ.