મેસેડોનિયન નાઈટક્લબમાં ભીષણ આગ, 51ના મોત
ઉત્તર મેસેડોનિયાના સ્કોપજે શહેરમાં એક નાઈટ ક્લબમાં લાગેલી આગમાં 51 લોકોના મોત થયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. આ ભયાનક આગ રવિવારે વહેલી સવારે દક્ષિણ શહેર કોચાનીમાં એક નાઈટ ક્લબમાં લાગી હતી.
અહેવાલો અનુસાર, ત્યાં હાજર યુવાનોએ ફટાકડા ફોડ્યા, જેના કારણે છતમાં આગ લાગી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અરાજકતાનું વાતાવરણ જોઈ શકાય છે.