લગભગ વીસ વર્ષની લાંબી લડાઈ પછી અમેરિકી સેનાના અફગાનિસ્તાનથી નીકળવાના થોડાક જ દિવસની અંદર લગભગ આખા દેશ પર ફરીથી તાલિબાનનો કબજો થઈ ગયો છે. બીજી બાજુ અફગાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા પછી પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તાજિકિસ્તાન જતા રહ્યા છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહએ પણ અફગાનિસ્તાન છોડી દીધુ છે.
રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબજો
આ દરમિયાન તાલિબાન કમાન્ડરોનું કહેવું છે કે તેમણે રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તાલિબાનના ઉપ નેતા મુલ્લા બરાદરનું કહેવું છે કે તેમને ક્યારેય વિચાર્યુ નહોતુ કે તેઓ આ રીતે જીતી જશે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ હવે જોવાનુ એ રહેશે કે તાલિબાનને જોવામાં આવશે કે તેઓ રાષ્ટ્રની સુરક્ષા અને કલ્યાણ કેવી રીતે સુનિશ્ચિત કરી શકે છે
સાથે જ તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે લૂટ અને અરાજકતાને રોકવા માટે તેમની સેના કાબુલ, અફગાનિસ્તાન અને એ ચોકીઓ પર કબજો કરશે જેમણે સુરક્ષા દળો દ્વારા ખાલી કરાવી લેવામાં આવ્યા છે. સાથે જ તેમણે લોકોને કહ્યુ કે તેઓ શહેરમાં પ્રવેશ કરતા ગભરાય નહી.