આર્થિક કટોકટી - શ્રીલંકા અને પાકિસ્તાને વ્યાજદરમાં કર્યો રેકોર્ડ વધારો

શનિવાર, 9 એપ્રિલ 2022 (19:52 IST)
આર્થિક કટોકટીનો સામનો કરી રહે ભારતના પડોશી દેશ શ્રીલંકાએ ન છૂટકે વ્યાજદરમાં બમ્પર વધારો કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પાકિસ્તાને પણ વ્યાજદરમા 250 બેસિસ પોઈંટનો વધારો કર્યા બાદ શ્રીલંકની સેંટ્રલ બેંકે આર્થિક કટોકટી સામે ટક્કર ઝીલવા વ્યાજદરમાં રેકોર્ડ 700 બેસિસ પોઈંટનો વધારો કર્યો. દેશમાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે સ્થાનિક કરન્સીના ધસારાને નિયંત્રિત કરવા વ્યાજદર બમણા કર્યા છે. 
 
શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે એક મહિનામાં રૂપિયામાં 35 ટકાથી વધુનો ઘટાડો થયા બાદ તેનો ધિરાણ દર વધારીને 14.5 ટકા કરવામાં આવ્યો હતો. આ નિર્ણય "એક્સચેન્જ રેટને સ્થિર કરવા" માટે લેવામાં આવ્યો છે. વ્યાજદરમાં વધારાની સાથે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાએ ડિપોઝીટ રેટ એટલેકે થાપણના દરોમાં પણ સાત ટકાનો વધારો કરીને 13.5 ટકા કર્યા છે. 
રૂબલની તેજી અને શ્રીલંકન રૂપિયાના એકતરફી કડાકાને પગલે શ્રીલંકન રૂપિયો રશિયન રૂબલને પાછળ છોડીને વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણમાં ટોચ પર પહોંચ્યો છે. સેન્ટ્રલ બેંકે આશંકા વ્યકત કરી છે કે ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહેલ શ્રીલંકામાં ફુગાવાની સ્થિતિ જે હાલ સૌથી ખરાબ સ્તરે છે તે ટૂંકાગાળાના ભવિષ્યમાં હજી પણ વધુ ખરાબ થઈ શકે છે.
 
કોરોનાકાળમાં પર્યટન ઉદ્યોગ પડી ભાંગતા અને હવે ખોરાક, બળતણ અને વીજળીના અભાવને કારણે આર્થિક મુશ્કેલીઓને કારણે દેશભરમાં સરકાર સામે ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર