સ્પેસ એક્સ ફાલ્કન-9 લોન્ચ સાઈટ પર ધડાકા, ફેસબુકનું 1340 કરોડની કિમંતનું સેટેલાઈટ એમોસ-6 ખાખ

શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (10:31 IST)
અહી સ્પેસ એકસ ફાલ્કન-૯ લોન્ચ સાઇટ પર અનેક ધડાકા થયા છે. પરિક્ષણોમાં ધુમાડાના ગોટેગોટા આસમાનમાં છવાય ગયા હતા. અકસ્માતમાં કોઇને ઇજા થઇ નથી. સ્પેસ એકસ કંપની અનમેન્ડ રોકેટનું ટેસ્ટીંગ કરી રહી હતી. ધડાકામાં જે સેટેલાઇટને નુકસાન થયુ તેમાં એક ફેસબુકનું સેટેલાઇટ એમોસ-6 પણ હતો. આ સેટેલાઇટની કિંંમત 1340 કરોડ રૂપિયા ગણવામાં આવી છે અને તે ખાખ થઇ ગયો છે.
 
   નાસાના જણાવ્યા પ્રમાણે આ ઘટના સ્થાનિક સમય મુજબ ગુરૂવારે સવારે 9 વાગ્યે સર્જાઇ હતી. એ સમયે કેપ કેનવેરલ એરપોર્ટ સ્ટેશન પર એક અનમેન્ડ રોકેટને ટેસ્ટ માટે સ્પેસ એકસ ફાલ્કન-9 ની લોન્ચીંગ સાઇટ પર લઇ જવાતો હતો. સ્પેસ એકસ નાસાના કેનેરી સ્પેસ સેન્ટરની નજીક છે. લોન્ચીંગ દરમિયાન રોકેટમાં અનેક મીનીટો સુધી એક પછી એક ધડાકા થયા હતા.
 
   જે રોકેટને સ્પેસ સાઇડ પર લઇ જવાતો હતો તેનુ શનિવારે લોન્ચીંગ હતુ. સ્પેસ એકસ એ બે કંપનીઓમાંથી છે જે નાસા માટે સ્પેસ સેન્ટરમાં સપ્લાય લઇને આવે છે. જે રોકેટમાં ધડાકા થયા તે રિયુઝેબલ હતો. તેમાં ફેસબુકનો સેટેલાઇટ પણ હતો. જે થકી ફેસબુકની યોજના આફ્રિકા સહિત 14 દેશોમાં ઇન્ટરનેટ કનેકટીવીટી પહોંચાડવાની હતી. માર્ક ઝુકરબર્ગનું કહેવુ છે કે આનાથી હું નિરાશ થયો છું. આ સેટેલાઇટની કિંમત 1340 કરોડ રૂપિયા હતી.

વેબદુનિયા પર વાંચો