ગુડબાય 2015 - પુતિનનો ISIS વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સખત નિર્ણય

મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (17:53 IST)
સિવિલ વોરનો સામનો કરી રહેલ સીરિયામાં યૂએસે 22 સપ્ટેમ્બર 2014ના રોજ હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આ કાર્યવાહીમાં જોર્ડન, કતર, સઉદી અરબ, યૂએઈ, ફ્રાંસ, બ્રિટનનો પણ સમાવેશ છે. આવામાં સુપર પાવર તરીકે ઓળખાતા રૂસે 30 સપ્ટેમ્બરના રોજ અહી હુમલા શરૂ કરી દીધા. જો કે એક્સપર્ટ્સનો દાવો છે કે આ હુમલા ISIS  વિરુદ્ધ નહી પણ સરકારના વિદ્રોહીઓ વિરુદ્ધ છે. યૂએસ, ફ્રાંસ, બ્રિટન જેવી શક્તિઓથી જુદા થઈને સિવિલ વોર જોનમાં એકલા ઓપરેશન ચલાવવાના નિર્ણયને પુતિનને વધુ ચર્ચિત બનાવી દીધા. 
 
ટોપ 10માં કેમ ?
 
રૂસ અમેરિકા વચ્ચે પ્રોક્સી વોર ચાલુ છે. અમેરિકા સીરિયાઈ પ્રેસિડેંટ અસદને હટાવવા માંગે છે. જ્યારે કે પુતિન અસદને સાર્વજનિક સપોર્ટ કરે છે. જે કારણે બંને દેશ શક્તિ પ્રદર્શન માટે સીરિયામાં હુમલો કરી રહ્યા છે. તુર્કી દ્વારા સીરિયામાં રશિયન ફાઈટર જેટ પાડી નાખ્યા પછી પુતિને ગંભીર પરિણામ ભોગવવાની ચેતાવણી આપી. ત્યારબાદ જ રૂસે સીરિયામાં હુમલા વધુ ઝડપી બનાવ્યા. 

વેબદુનિયા પર વાંચો