રશિયાના ઈમરજન્સી મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર Let L-410 Turbolet નામનું વિમાન કુલ 23 લોકોને લઈને તેના ગંતવ્ય સ્થાન ભણી ઉપડ્યું હતું. વિમાન જ્યારે ઊંચાઈ પર હતું ત્યારે કોઈ કારણસર તેનું એન્જિન બંધ થઈ ગયું હતું. એન્જિન બંધ થવાન કારણે વિમાન ગોથા ખાવા લાગ્યું હતું અને આખરે તે ઘણી ઊંચાઈએથી જમીન પર તૂટી પડ્યું હતું તેમાં કુલ 23 લોકો સવાર હતા 16 પેરાશુટ જંપર્સના મોત થયા છે જ્યારે સાત લોકોને કાટમાળમાં જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે.