ઈસાઈઓના સૌથી મોટા ધાર્મિક ગુરૂ પોપ ફ્રાંસિસનુ નિધન, 88 વર્ષ ની વયે લીધા અંતિમ શ્વાસ

સોમવાર, 21 એપ્રિલ 2025 (13:59 IST)
Pope Francis Passed Away:  પોપ ફ્રાંસિસનુ નિધન થઈ ગય છે. તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પોપ ફ્રાંસિસ તાજેતરમાં જ રોમના જેમેલી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ ફેફસાના જટિલ સંક્રમણ થી પીડિત હતા જેને કારણે તેમના ફેફસામાં ખરાબીના શરૂઆતી ચરણમાં જોવા મળ્યા હતા. 

  તેમને 14 ફેબ્રુઆરીના રોજ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી. ફેફસાના ચેપને કારણે તેમને 5 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 
સારવાર દરમિયાન કેથોલિક ચર્ચના હેડક્વાટર વેટિકને કહ્યું હતું કે પોપના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં કિડની ફેઇલ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. સાથે જ, પ્લેટલેટ્સ પણ ઘટી ગયા હોવાની જાણકારી મળી હતી. જોકે પછી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા,

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર