રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર- વ્લાદિમીર પુતિને યુક્રન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી
રવિવાર, 20 એપ્રિલ 2025 (17:20 IST)
યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે રશિયા 'યુદ્ધવિરામનો દેખાડો' કરી રહ્યું છે અને તેણે યુક્રેનના કેટલાક વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી યથાવત રાખી છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાની સેનાએ 387 વખત ગોળાબારી, 19 હુમલાઓ અને 290 વખત ડ્રૉનનો ઉપયોગ કર્યો.
કેટલાક કલાકો પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇસ્ટરને ધ્યાનમાં રાખીને યુદ્ધવિરામની ઘોષણા કરી છે.
આ યુદ્ધવિરામ શનિવારે મૉસ્કો સમયાનુસાર સાંજે છ વાગ્યાથી ઇસ્ટર રવિવાર બાદ મધ્યરાત્રિ સુધી રહેશે.