BRICS દેશોની બેઠકમાં બોલ્યા PM મોદી - આતંકવાદ આખી દુનિયા માટે ખતરો, તેને રોકવુ જરૂરી

શુક્રવાર, 28 જૂન 2019 (11:02 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ એકજૂટ અને મજબૂત લડાઈનુ આહવાન કરતા આતંકવાદના નાણાકીય પોષણ સાથે આ ખતરાનો સામનો કરવા માટે વૈશ્વિક બેઠકના પોતાના નવા વિચાર પર જોર આપ્યુ છે. મોદીએ મોદીએ શુક્રવારે જી-20 શિખર સંમેલનથી અલગ બ્રિક્સ (બ્રાઝીલ-રૂસ-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા)નેતાઓન ઈ અનૌપચારિક બેઠકને સંબોધિત કરતા કહ્યુ કે આતંકવાદ બધી માનવતા માટે સૌથી મોટો ખતરો છે. તેમણે કહ્યુ કે આતંકવાદ ફક્ત નિર્દોષ લોકો નો જ જીવ નથી લેતો પણ તે આર્થિક પ્રગતિને પણ અવરોધે છે 
 
પ્રધાનમંત્રીએ સલાહ આપી કે આતંકવાદ અને નસ્લવાદ (જાતિવાદ)ના વૈશ્વિક ખતરા સામે લડવા માટે બધા પગલા ઉઠાવવા જોઈએ. તેમણે કહ્ય, "તાજેતરમાં જ મે આતંકવાદના વિવિધ મુદ્દા પર ચર્ચા માટે એક વૈશ્વિક સંમેલનનુ આહ્વાન કર્યુ છે.  આતંકવાદી ખતરા વિરુદ્ધ લડાઈ દુનિયાની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક બની જવી જોઈએ.  હુ તેના પર બ્રાઝીલની ભૂમિકાની પ્રશંસા કરુ છુ. એસસીઓ શિખર સંમેલન માટ કિંર્ગીજસ્તાન અને માલદીવ અને શ્રીલંકાની પોતાની તાજી યાત્રાઓ દરમિયાન મોદીએ આતંકવાદ સામે લડવાની પુરજોર વકાલત કરી હતી.  સાથે જ તેમણે આતંકવાદ વિરુદ્ધ એક વૈશ્વિક સંમેલનના આયોજનની સલાહ આપી હતી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર