ઓસ્ટ્રેલિયામાં આ સમયે લોકો વચ્ચે સ્ટ્રોબેરી અને કેટલાક બીજા ફળોને લઈને ડર ફેલાવે છે. ઉલ્લેખનીય છેકે પોલીસને અત્યાર સુધી અનેક લોકો તરફથી સ્ટ્રોબેરી કેળા અને પીચમાં સીવવા માટે વપરાતી સોય નીકળવાની ફરિયાદ મળી ચુકી છે. સ્ટ્રોબેરી સાથે સોય નીકળવાને કારણે એક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હાલ ઓસ્ટ્રેલિયાના 6 રાજ્યોમાં સ્ટ્રોબેરીના વેચાણ પર રોક લગાવાઈ છે.
ક્વીસલેંડથી થઈ શરૂઆત - સ્ટ્રોબેરીમાં સોય નીકળવાનો પ્રથમ મામલો ગયા અઠવાડિયે ક્વીસલેંડમાં સામે આવ્યો. ત્યારબાદ ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા, કૈનબરા, સાઉથ ઓસ્ટ્રેલિયા અને તસ્માનિયામાં પણ થોડા મામલા સામે આવ્યા.
સ્ટ્રોબેરીને કાપીને ખાવાની સલાહ - સ્વાસ્થ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ સ્ટ્રોબેરીને ડાયરેક્ટ મોઢામાં ન મુકે. તેને કાપીને જુએ. જો કે લોકો વચ્ચે ફેલાયેલા ભયને કારણે મોટાભાગના લોકોએ ખરીદવી બંધ કરી દીધી છે. એવામાં ઓસ્ટ્રેલિયાની 13 કરોડ ડોલરની ઈંડસ્ટ્રી પર ખરાબ અસર પડવાની શક્યતા છે. આખા દેશમાં સ્ટ્રોબેરીના ભાવ અડધાથી પણ ઓછી કિમંત પર ગબડી ગયા છે.