હેલ્થ કેર - સ્મોકિંગથી હોઠ કાળા થયાં હોય તો અજમાવો આ ઉપચાર
ગુરુવાર, 31 મે 2018 (00:12 IST)
મધ
તમે ગુલાબી અને કોમળ હોઠ મેળવવા ઈચ્છો છો તો કાળા હોઠ પર મધ લગાવી શકો છો.મધ હોઠોના રંગને હળવા કરી હોઠ નરમ બનાવે છે.એને રાતે સૂતા પહેલા લગાવવું .
લીંબુ
તમારા હોઠોને ગુલાબી કરવા માટે ,તમે લીંબુનો રસ ઘસી શકો છો. આ ઉપરાંત હોઠોને સ્ક્ર્બ કરવા માટે લીંબું સાથે થોડું મીઠું નાખી હોઠ પર ઘસવું . આવું કરવાથી તેની પરથી મૃત ત્વચા દૂર થશે અને હોઠોનો રંગ હળવો થશે.
સ્ટ્રોબેરી લિપ મલમ
એક સ્ટ્રોબેરીને વાટી એમાં પેટ્રોલિયમ જેલી મિક્સ કરો. આ રોજ રાતે પોતાના હોઠ પર લગાવો. આનાથી હોઠને કુદરતી રંગ મળશે.