ઉલ્લેખનીય છે કે 13 વર્ષનો મોહમ્મદ રેહાન ગંભીર જેનેટિક બીમારી વેયરવોલ્ફ સિંડ્રોમથી ગ્રસ્ત છે. જેના કારણે તેના આખા શરીર પર ઘટ્ટ અને લાંબા વાળ ઉગી આવ્યા છે. રેહાનના શરીર પર આ વાળ જોઈને અનેક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. જો કે રેહાન લોકોની અચરજ ભરેલી નજરો વચ્ચે પણ ખુશ રહે છે. તેનુ માનવુ છે કે તે ઈશ્વરનો વિશેષ સેવક છે.