બધી શાળાઓ બે મિનિટનું મૌન રાખી એકતા બતાવે - મોદી

બુધવાર, 17 ડિસેમ્બર 2014 (10:33 IST)
પાકિસ્તાનના પેશાવરમાં આતંકનો  જે બિભત્સ ચેહરો જોયો. તેને આખી દુનિયાને ઝટકો આપ્યો છે.  આતંકવાદીઓએ શાળામાં ઘુસીને 100થી વધુ શાળાના બાળકોના ખૂનથી હોળી રમી. આ દહેશત સાથે તહરીક-એ-તાલિબાન નામના સંગઠને પોતાનો પરચમ ફરીથી લહેરાવ્યો.   પાકિતાનના દર્દમાં ભાગીદાર બનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે ફોન પર વાત કરી અને ઊંડો શોક પ્રગટ કર્યો. તેમણે કહ્યુ કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત પાકિસ્તાનની સાથે છે. 
 
મોદીએ ટ્વિટર દ્વારા આ વાતચીતની વિગત આપી. તેમણે દેશની બધી શાળાઓને અપીલ કરી કે બુધવારે એકતા બતાવે. બે મિનિટનુ મૌન રાખે. 

વેબદુનિયા પર વાંચો