બ્રિટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ જોરો પર છે. નવેમ્બરમાં થનારા આ પ્રવાસ પહેલા લંડનમાં મોદી એક્સપ્રેસ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. સર્વિસ બ્રિટનના ભારતીય સમુહના લોકોએ શરૂ કરી છે. આ બસ સર્વિસ બ્રિટનના સમયમુજબ 10 ઓક્ટોબરના રોજ લોન્ચ થઈ હતી. આ બસો વેંબલેના લિટલ ઈંડિયા અને ટ્રૈફલગર સ્કવેયરથી ચાલશે. આ સર્વિસ હેઠળ 30 બસો ચલાવવામાં આવી છે. આ બધી ભારતીય સમુદાયની UKWelcomesModi નો પ્રથમ ભાગ છે.