UK પાર્લામેન્ટની બહાર હુમલો, 5 ના મોત આતંકવાદીઓએ અનેક લોકોને કચડ્યા

બુધવાર, 22 માર્ચ 2017 (21:31 IST)
બ્રિટિશ પાર્લામેન્ટની બહાર બુધવારે સાજે શૂટિગ  થઈ ગયુ , ચાકુ  લઈને એક વ્યક્તિએ પાર્લામેન્ટની અદર ઘુસવાની કોશિશ કરી અને ગેટ પર ઉભેલા ઓફિસર પર હુમલો કર્યો. પોલીસે એ વ્ય઼ક્તિને ગોળી મારી દીધી પ્રત્ય઼ક્ષ જોનારા મુજબ એક વ્ય઼ક્તિએ વેસ્ટ્મિન્સટર બ્રિઝ પર રસ્તે ચાલતા લોકો પર કાર ચઢાવી દીધી

લંડનના વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર બુધવારે સાંજે એક શકમંદ ત્રાસવાદીએ એના વાહન નીચે કેટલાક રાહદારીઓને કચડી નાખ્યા હતા. એમાં એક મહિલા સહિત ચાર જણનાં મૃત્યુ નિપજયા છે અને બીજાં અનેકને ઈજા થઈ છે. એ ત્રાસવાદીએ બાદમાં નજીકના સંસદભવન સંકુલની બહાર એક પોલીસ અધિકારીને છરો ભોંકયો હતો. અંતે, સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ અધિકારીઓએ એને ઠાર માર્યો હતો. સત્ત્।ાવાળાઓએ આ બંને હુમલાને ત્રાસવાદી કૃત્ય તરીકે ગણાવ્યા છે.
 
દરમિયાન, બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેએ એક નિવેદનમાં આ હુમલાઓને વખોડી કાઢ્યાં છે અને કહ્યું છે કે આતંકવાદથી બ્રિટન ડરી નહીં જાય. હુમલા બાદ તરત જ વેસ્ટમિન્સ્ટર અંડરગ્રાઉન્ડ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું. આમસભાના એક નેતાએ કહ્યું છે કે સંસદભવનની અંદર એક પોલીસકર્મીની હત્યા થઈ ગઈ છે.   બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેનાં પ્રવકતાનું કહેવું છે કે સંસદભવન પરના હુમલા પછી વડાંપ્રધાન સુરક્ષિત છે. હુમલા પછી બ્રિટિશ સંસદના ડેપ્યુટી સ્પીકરે સંસદને સ્થગિત કરાવી દીધી હતી. મેટ્રોપોલિટન પોલીસના કહેવા પ્રમાણે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.
 
 
  આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામનાર પોલીસ અધિકારીનું નામ છે કીથ પાલ્મેર, જેઓ 48 વર્ષના હતા. પોલીસે સમર્થન આપ્યું છે કે હુમલાખોર કીથ પાલ્મેરને ઓળખતો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ વેસ્ટમિન્સ્ટર બ્રિજ 52 કેટલાક લોકોને એક વાહને કચડી નાંખ્યા હતા. આ ગાડીની ઝપટમાં પાંચ જણ આવી ગયા હતા. આ ઘટનાને લઈને બીબીસીએ સમાચાર આપ્યા છે કે એક મોટું વાહન પાંચ લોકોને કચડીને સંસદભવન તરફ ગયું હતું.  લંડન એમ્બ્યુલન્સ સર્વિસનું કહેવું છે કે એણે વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર ઓછામાં ઓછા 10 જણને સારવાર આપી હતી. આ ઘટનાઓને પગલે લંડનમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.   સંસદભવનની બહાર હુમલો થયો હતો ત્યારે ભવનની અંદર 200 સાંસદ હાજર હતા. તેમને અંદર રહેવાનું જ કહેવામાં આવ્યું હતું. પોલીસે તરત જ કાર્યવાહી કરતાં સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સંસદ ભવનને લૉક કરી દેવાયું

વેબદુનિયા પર વાંચો