નમસ્કાર સમાચાર જરા હટ કે માં આપનુ સ્વાગત છે.. આજે અમારા વિશેષ વીડિયોમાં અમે તમને બતાવી રહ્યા છે રાજકુમારી સાથે નોકરના પુત્રના લગ્ન.. હા મિત્રો... મલેશિયામા સોનાનુ એરોપ્લેન ઉડાવનારા સુલ્તાનની પુત્રીએ ફૂલોની દુકાનમાં કામ કરતા નોકરના પુત્ર સાથે લગ્ન કર્યા છે... આ એક એવી રાજકુમારીની સાચી લવ સ્ટોરી છે. જેણે એક સામાન્ય માણસ સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે મલેશિયાના જોહોર સ્ટેટની રાજકુમારી તુંકૂ તુન અમીનાહ મૈમુનાહ ઈસ્કંદરિયાએ ડચ મૂળના ટેનિસ મુહમ્મદ અબ્દુલ્લાહ સાથે લગ્ન કરી લીધા છે. ખાસ વાત એ છે કે સુલ્તાનનો આ જમાઈ એક પ્રોપર્ટી ડેવલોપમેંટ ફર્મમાં કામ કરે છે.
ડેનિસના પિતા એક ફૂલની દુકાનમાં અને માતા કપડાની દુકાનમાં કામ કરે છે. જ્યારે કે જોહોરના સુલ્તાન સૌથી તાકતવર સુલ્તાનોમાંથી એક થવા સાથે જ ત્યાની આર્મીના કર્નલ ઈન ચીફ પણ છે. તેમની પાસે લગભગ 102 અરબ રૂપિયાની મિલકત છે અને સુલ્તાનની પોતાની પોતાની આર્મી છે અને જોહોર મલેશિયા નુ એકમાત્ર એવુ રાહ્ય છે જેની પાસે પ્રાઈવેટ આર્મી છે. એક ટેલી કમ્યુનિકેશન કંપનીના માલિક સુલ્તાન ઈબ્રાહિમની પાસે લગભગ 641 કરોડ રૂપિયાનુ એક ગોલ્ડ પ્લેટેડ પ્લેન અને એક આલીશાન ત્રણ માળનુ મેંશન છે.