આતંકી હુમલાથી કંપી ઉઠ્યુ સ્પેન, 13 લોકોના મોત 50 લોકો ઘાયલ , પોલીસે 4 ને ઠાર કર્યા

શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (11:15 IST)
સ્પેનના બાર્સેલોના ખાતે લાસ રામબ્લાસ પર્યટક વિસ્તારમાં બંધૂકધારીઓએ બે વાન પૂરપાટ દોડાવીને પર્યટકોની ભીડ પર વાન દોડાવી દીધી હતી. રાહદારીઓ પર હુમલામાં 13 લોકોનાં મૃત્યુ થયા હોવાના તેમ જ 50 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.  આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠ ISISએ લીધી છે. પોલીસે ચાર શંકાસ્પદ આંતકીને ઠાર કર્યા છે. હાલમાં યૂરોપના કેટલાક દેશોમાં વાહનને ભીડમાં ઘુસાડી હુમલો કરવાની કેટલીક ઘટનાઓ બની છે. આ પ્રકારના હુમાલામાં સ્પેન બાકી હતું તેની નજીક ફ્રાંસ, બેલ્જિયમ અને જર્મનીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે
 
હુમલા બાદ બાર્સેલોનામાં સડકો પર અફરાતફરી મચી ગઇ છે. દુનિયાભરના નેતાઓ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. આ બાબતે કેટેલાન પોલીસે બે શંકાસ્પદ આંતકીઓની ધરપકડ કરી છે. પોલીસ યૂનિયન મુજબ એકની ઓળખ ડ્રિસ ઓઉકાબીગ તરીકે થઇ છે.
 

વેબદુનિયા પર વાંચો