યુનાઇટેડ સ્ટેટ જીઓ લોજીકલ સર્વિસના કહેવા મુજબ ભુકંપના એપી સેન્ટર નજીકના ગામોમાં ભારે જાનહાની થઇ છે. આ ગામોમાં અકુમોલી જેમાં 1000 લોકો રહે છે. નોર્સીયા જેમાં 5000 લોકો, માર્ટીંગાનાનોમાં 3000 લોકો, અમાટરીસ 3000 લોકો, કાસકીયામાં 3000 અને સીટારીયલમાં 1000 લોકો રહેતા હતા. અમાટરીસના મેયરે લોકલ રેડીયોને જણાવ્યુ હતુ કે, અમારૂ અડધુ ગામ સાફ થઇ ગયુ છે. 3000 લોકોમાં મોટાભાગના કાટમાળમાં ફસાયા છે. નોર્સીયા અને કાસટેલસીઓમાં સૌથી વધુ ડેમેજ થયુ હોવાનુ કહેવાય છે. આ ભુકંપ બાદ રેડએલર્ટ જાહેર કરવામાં આવેલ છે. 2009માં 6.3નો ભુકંપ આવ્યો હતો અને 300 લોકોના મોત થયા હતા