કેન્યામાં હાથી દાંતની સૌથી મોટી 'હોળી' પ્રગટાવી

સોમવાર, 2 મે 2016 (17:16 IST)
હાથી દાંત અને શિંગડાના વેપાર પર પૂર્ણ પ્રતિબંધની માંગ કરતા કેન્યાના રાષ્ટ્રપતિ હુરૂ કેન્યટ્ટાએ શનિવારે તેની સૌથી મોટી 'હોળી' સળગાવી. આનો ઉદ્દેશ્ય આ વસ્તુઓની ખતરનાક તસ્કરીને રોકવી અને જંગલોમાં હાથીયોના અસ્તિત્વને બચાવવાનુ છે. 
કેન્યટ્ટાએ હાથી દાંત અને ગેંડાના શિંગડાના ઢગલાને આગ લગાવતા પહેલા કહ્યુ કે આની ઉંચાઈ આપણા સંકલ્પની દ્રઢતા દર્શાવે છે. નૈરોબીના નેશનલ પાર્કમાં અર્ધ વૃત્તાકાર ક્ષેત્રમાં હાથી દાંતના અગિયાર અને અન્ય ગેંડાના સીંગડાના ઢગલા પણ હતા. લગભગ 16 હજાર હાથી દાંતના આ ઢગલા અનેક દિવસો સુધી સળગતા રહેશે એવી શકયતા છે. 

 
આગળ જાણો શુ કિમંત હતી આ હાથી દાંતની ... 


(ફોટો સાભાર - નેશનલ જ્યોગ્રોફી) 

તેને સળગાવવા માટે હજારો લીટર ડીઝલ અને કેરોસીનનો ઉપયોગ કરવામાં આવ્યો આવતીકાલે બજારમાં આ હાથી દાંતની કિમંત લગભગ દસ કરોડ અમેરિકી ડોલર અને ગેંડાના શિંગડાની કિમંત લગભગ આઠ કરોડ અમેરિકી ડોલર છે. આ અવસ્ર પર હાજર ગૈબોનના રાષ્ટ્રપતિ અલી બોગોએ કહ્યુ કે હાથી દાંતની બધી રીતે વેચાણ રોકાવવા માટે તેઓ આ પગલાનું સમર્થન કરે છે. 

આગળ જાણો હાથી દાંત તસ્કરીને લીધે દર વર્ષે કેટલા હાથીઓ મરે છે 
 
 

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં લગભગ પાંચ લાખ હાથિયોનો વાસ છે. પણ એશિયામાં હાથી દાંતની માંગ પુર્ણ કરવા માટે અહી દર વર્ષે લગભગ 30 હજાર હાથીઓને મારી નાખવામાં આવે છે.   એશિયામાં હાથી દાંતની કિમંત પ્રતિ કિંગ્રા એક હજાર અમેરિકી ડોલર જ્યારે કે ગેંડાના શિંગડાની કિમંત પ્રતિ કિગ્રા 60 હજાર અમેરિકી ડોલર સુધી હોય છે. 

વેબદુનિયા પર વાંચો