શાહી પરિવારમાં આવી નન્હી પરી, કેટ મિડલટને પુત્રીને જન્મ આપ્યો

શનિવાર, 2 મે 2015 (18:11 IST)
બ્રિટનના પ્રિંસ વિલિયમની પત્ની કેટ મિડલટને બીજા બાળકને જન્મ આપ્યો છે. શનિવારે સવારે તેમણે એક પુત્રીને જન્મ આપ્યો. 
 
કેટ મિડલટન અને પ્રિય્સ વિલિયમ પહેલા એક પુત્રના પૈરેંટ્સ છે. સવારે જ મિડલટને પ્રસવ પીડા થઈ. સ્થાનીક સમય મુજબ સવારે લગભગ 6 વાગ્યે સેંટ મૈરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 
 
22 જુલાઈ 2013ના રોજ આ શાહી કપલના પ્રથમ બાળકનો જન્મ આ જ હોસ્પિટલમાં થયો હતો. તેનુ નામ પ્રિંસ જૉર્જ મુકવામાં આવ્યુ હતુ. બીજુ બાળક પુત્ર થશે કે પુત્રી તેના વિશે કપલને પહેલાથી જાણ નહોતી. 
 
શાહી પરિવારના પ્રશંસક અઠવાડિયાથી આ બાળકીની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક લોકોએ  તો હોસ્પિટલની સામે જ ડેરો જમાવી રાખ્યો હતો. આ લોકો રાષ્ટ્રીય ઝંડો અને બેનર લહેરાવી રહ્યા હતા. 
 
વિલિયમ એક પાયલોટ છે અને હાલ રજા પર છે. 

વેબદુનિયા પર વાંચો